જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા
જમીનના જુના રેકોર્ડ : તમારી જમીનના 7/12 અને 8-અ ના વર્ષો જુના રેકોર્ડના દાખલા હવે ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા મેળવી શકશો. ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને હવે ઓનલાઈન સેવા ચાલુ કરેલ છે.
જમીનના જુના રેકોર્ડ
Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે દરેક ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની રહ્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે. મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.
- 7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપસૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
- કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
- Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
- ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- .જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
- નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
- ડીજીટલ ગામ નમૂના નંબરમાં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
- ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.